ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી
૬૫’મું રાજ્ય કલા પ્રદર્શન/સ્પર્ધા
૨૦૨૪-૨૫ માહિતી પત્રિકા
પ્રારંભિક :
ગુજરાતની કલાના જુદા જુદા વિભાગોમાં કાર્યશીલ કલાકારોને પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે અને તેમની કૃતિઓની કદર થાય તેમજ આમ જનતાની પણ આ વિષય પ્રત્યે અભિરૂચિ કેળવાય તેવા શુભ આશયથી આ કલા પ્રદર્શન યોજવામાં આવે છે. પ્રદર્શનમાં કૃતિઓ મોકલવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
સ્પર્ધા માટે ઓનલાઈન આવેલી કલાકૃતિઓના પ્રથમ જજીંગ બાદ પસંદગી પામેલ ઓરીજીનલ વર્ક સ્પર્ધકે રવિશંકર રાવળ કલા ભવન ખાતે સ્વખર્ચે નિયત સમયમર્યાદામાં પહોચાડવાનું રહેશે. પસંદગી પામેલ કૃતિઓમાંથી ઈનામ વિજેતા કૃતિઓ પસંદ કરવામાં આવશે તથા આ તમામ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ કલાકૃતિઓ પ્રદર્શન પુર્ણ થયા બાદ કલાકારને પરત આપવામાં આવશે. જે કલાકારે પ્રદર્શન પુર્ણ થયા બાદ અકાદમી ખાતેથી પરત મેળવી લેવાની રહેશે.
૬૫મી રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શનનું ફોર્મ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર ભરવાનું રહેશે. ઉક્ત ફોર્મ તા.૦૧/૦૩/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ સુધી ઉપલબ્ધ થશે.
પ્રદર્શનની શ્રેણીઓ, વિભાગ તથા ઈનામોની વિગત (ફક્ત ઈનામ વિજેતાઓને જ પ્રમાણપત્ર આપવામાં આવશે)
શ્રેણી-૧ કલાકાર
વિભાગ-૧ ચિત્રકલા (ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ):
રૂ।. ૧૦,૦૦૦/-નું એક એવા બે ઈનામ ઉપરાંત
સ્વ. શ્રી નાગજીભાઈ ચૌહાણ ઈનામ રૂ।. ૨૦,૦૦૦/-
સ્વ. શ્રી સોમાલાલ શાહ ઈનામ રૂ।. ૫,૦૦૦/-, સ્વ. શ્રી જગુભાઈ શાહ ઈનામ રૂ।. ૫,૦૦૦/-
સ્વ. શ્રી રસિકલાલ પરીખ ઈનામ રૂ।. ૫,૦૦૦/-,સ્વ. શ્રી ખોડીદાર પરમાર ઈનામ રૂ।. ૫,૦૦૦/-
સ્વ. શ્રીમતી વિદ્યાબેન રસિકલાલ પરીખ ઈનામ રૂ।. ૫,૦૦૦/- મહિલા કલાકારને જ.
સ્વ. શ્રી ઉર્મિબેન રસિકલાલ પરીખ ઈનામ રૂ।. ૫,૦૦૦/-, સ્વ. શ્રી હીરાલાલ ખત્રી ઈનામ રૂ।.૫,૦૦૦/- સ્વ શ્રી જવાહરભાઈ સોલંકી ઈનામ રૂ।.૨૦,૦૦૦/-
વિભાગ-૨ શિલ્પકલા રૂ।.૧૦,૦૦૦/-નું એક એવા બે ઈનામ, તથા રૂ।. ૫,૦૦૦/-નું શિલ્પધારા ઈનામ
વિભાગ-૩ ગ્રાફિકકલા રૂ।.૧૦,૦૦૦/-નું એક એવા બે ઈનામ, તથા સ્વ. શ્રી યજ્ઞેશ્વર શુક્લ ઈનામ રૂ।. ૫,૦૦૦/-
વિભાગ-૪ વ્યવહારીક કલા (એપ્લાઈડ આર્ટ, કાર્ટુન-કટાક્ષ ચિત્રો સહિત) રૂ।. ૧૦,૦૦૦/-નું એક એવા બે ઈનામ
વિભાગ-૫ ફોટોગ્રાફી રૂ।. ૧૦,૦૦૦/-નું એક એવા બે ઈનામ
શ્રી સુરેન્દ્ર પટેલ ઈનામ રૂ।. ૨૦૦૦/-(ક્રિએટીવ- એક્સપેરીમેન્ટ ફોટોગ્રાફી માટે)
શ્રી સનત શોધન ઈનમ રૂ।. ૫૦૦૦/- (વાઈલ્ડ લાઈફ/નેચરની ફોટોકૃતિ માટે) તથા
સ્વ. શ્રી ટી.એસ.ગેટી ઈનામ રૂ।. ૨૫૦૦/-નું ફક્ત મહિલા ફોટોગ્રાફર માટે
શ્રેણી-૨ કલા સંસ્થાના વિદ્યાર્થીઓ
વિભાગ-૧ ચિત્રકલા (ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ): રૂ।. ૩૦૦૦/-નું એક એવા ત્રણ ઈનામ.
સ્વ. શ્રી હિરાલાલ ખત્રી ઈનામ રૂ।. ૩૦૦૦/- તથા
શ્રી ભરતભાઈ પટ્ટણી ઈનામ રૂ।. ૩૦૦૦/-
વિભાગ-૨ શિલ્પકલા રૂ।.૩૦૦૦/-નું એક એવા ત્રણ ઈનામ
વિભાગ-૩ ગ્રાફિકકલા રૂ।.૩૦૦૦/-નું એક એવા ત્રણ ઈનામ તથા
શ્રી ભરતભાઈ પટ્ટણી ઈનામ રૂ।. ૩૦૦૦/-
વિભાગ-૪ વ્યવહારીક કલા (એપ્લાઈડ આર્ટ): રૂ।. ૩૦૦૦/-નું એક એવા ત્રણ ઈનામ
વિભાગ-૫ ફોટોગ્રાફી રૂ।. ૩૦૦૦/-નું એક એવા ત્રણ ઈનામ
નોંધ: ફાઈન આર્ટ કલા સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આ શ્રેણીમાં (શ્રેણી-૨) ભાગ લઈ શકશે. અન્ય કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કલાકાર શ્રેણીમાં (શ્રેણી-૧) ભાગ લેવાનો રહેશે.
શિષ્યવૃત્તિ:
આ ઉપરાંત શ્રેણી-૨ના ઈનામ વિજેતાને માસિક રૂ।. ૧,૦૦૦/- પ્રમાણે શિષ્યવૃત્તિના નિયમોનુસાર એક વર્ષ સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પરંતુ તેઓને કલા વિદ્યાલયમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ અને તે અભ્યાસ આગળના વર્ષનો ઉચ્ચ અભ્યાસ હોવો જોઈએ. ઈનામ વિજેતાએ ઈનામ મેળવ્યા પછીના વર્ષે તેમની કલા વિદ્યાલય મારફત અરજી કરવાની રહેશે. પેઈન્ટીંગ, શિલ્પ, વ્યવહારીક કલાના વિષયોમાં ડીગ્રી/ડીપ્લોમા/પોસ્ટ ડીપ્લોમાના અભ્યાસક્રમો સિવાયના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહિ.
શ્રેણી-૩ શાળાના વિદ્યાર્થીઓ :
ચિત્રકલા (ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ):
વિભાગ-૧ ધોરણ ૧ થી ૫ માં ભણતા વિદ્યાર્થીઓની કલાકૃત્તિ માટે રૂ।.૧૫૦૦/-નું એક એવા કુલ ૨૫ ઈનામ. ઈનામની રકમમાં રૂ.૫૦૦/- ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી તથા રૂ.૧૦૦૦/-સ્વ.શ્રી કાંતી રાણા તરફથી આપવામાં આવશે.
વિભાગ-૧ ધોરણ ૬ થી ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓની કલાકૃત્તિ માટે રૂ।.૧૫૦૦/-નું એક એવા કુલ ૨૫ ઈનામ. ઈનામની રકમમાં રૂ.૫૦૦/- ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી તથા રૂ.૧૦૦૦/-સ્વ.શ્રી કાંતી રાણા તરફથી આપવામાં આવશે.
નિયમો અને ધારા ધોરણો:
૧. બધી શ્રેણીના વિભાગો માટે અકાદમી નિયુક્ત નિર્ણાયક સમિતિ રહેશે. જે ઈનામો તથા પ્રદર્શિત (ડિસપ્લે) કરવા માટે કૃત્તિઓની પસંદગી કરશે.
૨. રાજ્ય કલા પ્રદર્શનમા માત્ર ગુજરાતના મૂળ વતની તેમજ રહેવાસી કલાકારો/કલા સંસ્થાના વિદ્યાર્થીઓ/ ધો. ૧ થી ૧૦માં અભ્યાસ કરતા શાળાનાં બાળકો જ ભાગ લઈ શકશે.
૩. નિર્ણાયક સમિતિના સભ્યો પણ પોતાની કૃત્તિઓ પ્રદર્શિત કરી શકશે તથા વેચાણ માટે મોકલી શકશે. પરંતુ તેમની કૃતિ હરિફાઈમાં ભાગ લેવા માટે સ્વીકારવામાં આવશે નહિ.
૪. કૃતિઓ રજુ કરવાનો અર્થ એ ગણાશે કે અહીં આપેલા નિયમો અને ધારાધોરણો તથા હવે પછી નક્કી કરવામાં આવે તે બધાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
૫. નિયમોનું પાલન નહિ કરનાર કલાકારની કૃતિઓ અસ્વીકાર ને પાત્ર ઠરશે અને જો ઈનામ આપવામાં આવ્યા હશે તો તે પાછા ખેંચી લેવામાં આવશે.
૬. માટી, કાચ, પ્લાસ્ટર ઓફ પેરીસ વગેરે તુટે તેવા માધ્યમની શિલ્પ કૃતિઓ સ્વીકારવામાં આવશે નહિ.
૭. પ્રદર્શનમાં કલાકૃતિઓ મોકલવાની છેલ્લી તારીખ અગાઉ ફક્ત ત્રણ વર્ષ દરમ્યાન તૈયાર કરાયેલી તેમજ કોઈપણ પ્રદર્શનમાં પ્રદર્શિત ન થયેલી કલાકૃતિઓ મોકલી શકાશે. પ્રદર્શિત કરનાર કલાકાર કે વ્યક્તિ જો આ નિયમ નહિ પાળે તો અકાદમીના ભવિષ્યના પ્રદર્શનમાં ભાગ લેવા માટે તે યોગ્ય ગણાશે નહિ.
૮. એક કરતા વધારે વિભાગમાં એક જ વ્યક્તિની કૃતિને હરીફાઈ માટે સ્વીકારવામાં આવશે પણ એક વ્યક્તિ કલાકાર તરીકે તથા કલા સંસ્થાના વિદ્યાર્થી તરીકે બેઉ શ્રેણીમાં પોતાની કૃતિ રજુ કરી શકશે નહિ. આ નિયમોનો ભંગ કરવાથી પ્રદર્શનની બધી જ કૃતિઓ અસ્વીકારને પાત્ર થશે અને ઈનામો ખરેખર અપાયા હશે તો તે પણ પાછા ખેંચી લેવામાં આવશે.
૯. પ્રદર્શનમાં ભાગ લેનાર શ્રેણી ૧ તથા શ્રેણી ૨ના જે કલાકારને જે વર્ષે ઈનામ મળ્યું હશે ત્યાર પછીના બે વર્ષ સુધી તેમની કૃતિ હરીફાઈ માટે સ્વીકારવામાં આવશે નહીં.
૧૦. પ્રદર્શનમાં કલાકૃતિઓ મોકલવાની છેલ્લી તારીખે જે બાળકે છ વર્ષ પૂરા કર્યા ન હોય તેમની કલાકૃતિ સ્વીકારવામાં આવશે નહિ. શાળાઓએ એક બાળકની એક કરતા વધુ કૃતિઓ મોકલવી નહિ.
૧૧. કલાકૃતિઓના પ્રકાર, માધ્યમ અને કૃતિઓની સંખ્યા
૧૨. શ્રેણી (૧) અથવા (૨)માં દર્શાવેલ કલાકારો તથા કલા સંસ્થાના વિદ્યાર્થીઓની બાબતમાં નીચે જણાવેલ વિભાગોમાં પ્રદર્શક વધુમાં વધુ બે કલાકૃતિઓ રજુ કરી શકશે.
ક્રમ
|
વિભાગ
|
માપ-ઓછામાં ઓછુ
|
વધુમાં વધુ
|
૧.
|
ચિત્રકલા (ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ)
|
૧૫” * ૧૨”
|
૪૮” * ૩૬”
|
૨.
|
શિલ્પકલા
|
ઉંચાઈ ૧૨” પહોળાઈ ૧૮”
|
ઉંચાઈ ૩૬” પહોળાઈ ૩૦”
|
૩.
|
ગ્રાફિક કલા
|
૧૫” * ૧૨”
|
૪૮” * ૩૬”
|
૪.
|
વ્યવહારીક કલા (એપ્લાઈડ આર્ટ)
|
૧૫” * ૧૨”
|
૩૦” * ૨૦”
|
૫.
|
ફોટોગ્રાફી
|
૧૨” * ૯”
|
૧૨” * ૧૫”
|
ફોટોગ્રાફીની કલાકૃતિ માટે નક્કી કરેલું નાનામાં નાનું માપ ૯” * ૧૨” છે. આ માપથી નાનો ફોટોગ્રાફ સ્વીકારવામાં આવશે નહિ. તેના માઉન્ટનું માપ ૨૦” * ૧૬”નું હોવુ જોઈએ. માઉન્ટનો રંગ ક્રીમ અથવા સફેદ હોવો જોઈએ. આ વિભાગમાં રંગીન ફોટોગ્રાફીની કૃતિઓ પણ સ્વીકારવામાં આવશે.(ઉક્ત તમામ માપ ઈંચમાં દર્શાવેલ છે.)
નોંધ:- શિલ્પકલા- પ્લાસ્ટર ઓફ પેરિસ, માટીના શિલ્પો તુટી જાય તેવા મટીરીયલના શિલ્પો રજુ નહીં કરવા. ટકાઉ મટીરીયલના જ શિલ્પો મુકવા.
પ્રમાણપત્રો :
૧૩. બધી જ કૃતિઓ પ્રદર્શકોએ વૈયક્તિક રીતે રજુ કરવાની છે. કલાકારોની શ્રેણી (૧) તથા શ્રેણી (૨) માં ગુજરાતના વતની કલાકારો જ ભાગ લઈ શકશે. આ અંગે પુરાવા તરીકે આધાર કાર્ડની વિગતો અરજીપત્રક સાથે જોડવાની રહેશે. (ઝેરોક્ષ નકલ)
શાળાના વિદ્યાર્થીઓની શ્રેણી :
૧૪. વિજ્ઞાપનમાં જણાવેલી જરૂરી શરતો અનુસાર, શ્રેણી ૩ના મથાળા હેઠળ ધોરણ ૧ થી ૧૦ સુધીના વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓની કલાકૃતીઓ સ્વીકારવામાં આવશે. ભાગ લેનાર વિદ્યાર્થીની ઉંમર કલાકૃતીઓ મોકલવાની છેલ્લી તારીખે છ વર્ષ ઉપરની હોવી જરૂરી છે.
દરેક માઉન્ટમાં એક કરતા વધુ કૃતિઓનો સમાવેશ થવો જોઈએ નહિ. આ શ્રેણી હેઠળ રજુ કરવામાં આવેલ કૃતિ ૧૧” * ૧૫” ના માપની હોવી જોઈએ. માઉન્ટ સફેદ હોવો જોઈએ. ૧૬” * ૨૦” થી મોટા માઉન્ટવાળુ ચિત્ર સ્વીકારવામાં આવશે નહિ. (કાચની ફ્રેમ કરાવવી નહીં)
ફ્રેમો અને લેબલ :
૧૫. શ્રેણી (૧) અને (૨) ની બાબતમાં ચિત્રો યોગ્ય રીતે ફ્રેમ કરેલા હોવા જોઈએ.
૧૬. જે કૃતિઓ મોકલવામાં આવી હશે તેની સત્તાવાળાઓ શક્ય તેટલી કાળજી રાખશે, પરંતુ કોઈ સંજોગોમાં કોઈ કૃતિ ગુમ થશે કે તેને નુકશાન થશે તો તેને માટે સત્તાવાળા જવાબદાર રહેશે નહીં. પ્રદર્શકો ચાહે તો વીમો ઉતરાવીને પોતાની કૃતિઓનું રક્ષણ કરી શકે છે.
કૃતિઓનું પ્રદર્શન :
૧૭. પ્રદર્શન માટે સ્વીકારાયેલી કૃતિ પ્રદર્શન હેતુ જેવા કે પ્રસિધ્ધિ સૂચિપત્ર તૈયાર કરવું, પ્રદર્શન કરવું, પ્રદર્શન આલ્બમ બહાર પાડવું વગેરે માટે પ્રગટ કરવાનો હક્ક, સત્તાવાળાઓ પોતાને આધીન રાખે છે. જેની પાસે કોપીરાઈટ હોય તો તેની અગાઉથી મંજુરી મેળવવાની જવાબદારી પ્રદર્શકની રહેશે.
૧૮. પ્રદર્શકે રજુ કરેલી કૃતિઓમાંથી એક પણ કૃતિ કોઈપણ સંજોગોમાં પ્રદર્શન સમાપ્ત થતા પહેલા ખસેડી શકાશે નહી.
૧૯. પ્રદર્શન પુરૂ થયા પછી પંદર દિવસમાં ( આ સમય દરમિયાન પણ કૃતિઓ પ્રદર્શકના જોખમે જ રાખવામાં આવશે.) પ્રદર્શકોએ બધી જ કૃતીઓ પોતાના ખર્ચે ફરજીયાત પણે પાછી મેળવી લેવાની વ્યવસ્થા કરવી પડશે તેમ કરવામાં નહિ આવે તો કૃતિઓ ખોવાશે કે નુકસાન થશે તો તેને માટે સત્તાવાળા જવાબદાર ગણાશે નહિં. પાછી નહિ લઈ જવામાં આવેલી કૃતિઓનો નિકાલ સચિવ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીને યોગ્ય લાગે તે પ્રમાણે કરશે અને તે માટે પાછળથી ફરિયાદ સ્વીકારવામાં આવશે નહિ.
પત્રક
કલાકારનું નામ(અટકથી શરુ કરવુ):-.......................................................................................................................
સરનામું:-...............................................................................................................................................................
મોબાઇલ નંબર:-.......................................... ઇ-મેઇલ:-.........................................................................................
શ્રેણી:-................................ વિભાગ:-........................... પરિશિષ્ટમાં કૃતિનો નંબર:-..................................................
માધ્યમ:-................................................................ ટાઇટલ:-................................................................................
તા:-.................................. કલાકારની સહી:-.....................................................
નોંધ:- આ પત્રક સંપુર્ણ વિગતો સાથે કૃતિની પાછળ ફરજિયાત લગાવવાનું રહેશે.