Achievements
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કરેલ સિધ્ધિઓની વિગત
રાજ્યમાં વ્યક્તિગત/ સામુહિક કલા પ્રદર્શન યોજવા નાણાકિય સહાય
ગુગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા દૈનિકપત્રમાં જાહેરાત આપીને ગુજરાતના કલાકારોને રાજ્યમાં વ્યક્તિગત/કે સામુહિક કલા પ્રદર્શન યોજવા એક પ્રદર્શન દિઠ વધુમા વધુ રૂપિયા ૨૫,૦૦૦/-ની નાણાકિય સહાય કરવાની યોજના અમલમાં છે. તે અન્વયે કલાકારો પાસેથી તા.૧૮/૧૧/૨૦૨૧ થી તા.૧૫/૦૩/૨૦૨૨ દરમ્યાન અરજીઓ મંગાવેલ. તે કલાકાર પસંદગી સમિતિ દ્વારા સહાયની અરજી મંજુર કરાવેલ છે.
જેમાં રાજ્યમાં પ્રદર્શન સહાય માટે કુલ ૩૩ અરજીઓ મંજુર કરવામાં આવેલ હતી. જે ૨૨ કલાકારોને પ્રત્યેકને રૂ.૨૫,૦૦૦/- લેખે કુલ રૂ.૮,૨૩,૨૨૭/- ની રકમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા સહાય તરીકે ચુકવવામાં આવેલ છે.
રાજ્ય બહાર / વિદેશમાં કલા પ્રદર્શન યોજવા નાણાકિય સહાય
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા દૈનિકપત્રમાં જાહેરાત આપીને ગુજરાતના કલાકારોને રાજ્ય બહાર વ્યક્તિગત/ પરદેશમં સામુહિક કલાપ્રદર્શન યોજવા એક પ્રદર્શન દિઠ રૂ. ૧,૦૦,૦૦૦/.- ની નાણાકિય સહાય કરવાની યોજના અમલમા છે. વિદેશમાં કલા પ્રદર્શન યોજવા ઈચ્છતા કલાકારને ઉક્ત સહાય ઉપરાંત વિઝા ફી તથા ઈકોનોમી ક્લાસનું હવાઈ મુસાફરી ખર્ચ આપવામા આવે છે. તે અન્વયે કલાકારો પાસેથી તા.૦૪/૦૧/૨૦૨૨ થી તા.૧૫/૦૩/૨૦૨૨ દરમ્યાન અરજીઓ મંગાવેલ. તે કલાકાર પસંદગી સમિતિ દ્વારા સહાયની અરજી મંજુર કરાવેલ છે.
જેમાં રાજ્યબહાર પ્રદર્શન સહાય માટે કુલ ૭ અરજીઓ મંજુર કરવામાં આવેલ હતી. જે પૈકી ૬ કલાકારોને પ્રત્યેકને રૂ. ૧,૦૦,૦૦૦/-ની મર્યાદામાં કુલ રૂ.૫,૮૮,૨૦૫/- ની રકમ સહાય તરીકે ચુકવવામાં આવેલ છે.
ઉપરોક્ત બંને યોજનાઓને સાંકળીને ગુજરાતના કલાકારોને રાજ્યમાં, રાજ્યબહાર તેમજ વિદેશમાં પોતાની કલાકૃત્તિઓનું પ્રદર્શન યોજવા માટે આર્થિક સહાય આપનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
નેશનલ ફોટોગ્રાફી કોમ્પીટીશન
દૈનિકપત્રમાં જાહેરાત આપીને નેશનલ ફોટોગ્રાફિ કોમ્પીટીશનની એન્ટ્રીઓ કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લઈ ઈ-મેઈલ દ્વારા તા. ૧/૭/૨૦૨૧ થી ૩૧/૭/૨૦૨૧ દરમ્યાન લેવામાં આવી હતી. આ કોમ્પીટીશનનો વિષય લિવિંગ ટુગેધર રાખવામાં આવેલ હતો. તેમાં દેશના અલગ-અલગ રાજયોમાંથી કુલ ૨૮૧ ફોટોગ્રાફર્સે કલર તથા બ્લેક એન્ડ વ્હાઇટ સેકશનમાં મળીને કુલ ૧૪૦૧ એન્ટ્રીઓ મોકલાવેલ હતી. જેની વિગત નીચેના પત્રકમાં દર્શાવેલ છે.
વિષય – લિવિંગ ટુગેધર
ક્રમ |
રાજય |
સ્પર્ધકની સંખ્યા |
કલર |
બ્લેક એન્ડ વ્હાઇટ |
કુલ |
૧ |
ગુજરાત |
૧૪૨ |
૩૮૫ |
૨૭૫ |
૬૬૦ |
૨ |
પશ્ચિમ બંગાળ |
૯૪ |
૨૬૬ |
૨૫૦ |
૫૧૬ |
૩ |
મધ્ય પ્રદેશ |
૧૨ |
૩૬ |
૨૨ |
૫૮ |
૪ |
રાજસ્થાન |
૦૩ |
૦૯ |
૦૯ |
૧૮ |
૫ |
તેલંગાણા |
૦૩ |
૦૪ |
૦૬ |
૧૦ |
૬ |
આંધ્ર પ્રદેશ |
૧૪ |
૩૯ |
૩૪ |
૭૩ |
૭ |
તમીલનાડુ |
૦૧ |
૦૩ |
૦૩ |
૦૬ |
૮ |
મહારાષ્ટ્ર |
૦૬ |
૧૭ |
૧૭ |
૩૪ |
૯ |
આસામ |
૦૧ |
૦૩ |
૦૦ |
૦૩ |
૧૦ |
કર્ણાટક |
૦૩ |
૦૮ |
૦૬ |
૧૪ |
૧૧ |
દિલ્હી |
૦૧ |
૦૩ |
૦૩ |
૦૬ |
૧૨ |
હરીયાણા |
૦૧ |
૦૩ |
૦૦ |
૦૩ |
કુલ |
૨૮૧ |
૭૭૬ |
૬૨૫ |
૧૪૦૧ |
નેશનલ ફોટોગ્રાફિ કોમ્પીટીશનમાં આવેલ ફોટોગ્રાફસનું જજીંગ તા. ૯/૮/૨૦૨૧ ના રોજ લલિતકલા અકાદમી ખાતે કરવામાં આવેલ. જેમાંથી કલર સેક્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામ તથા પાંચ કોન્સોલેશન પ્રાઈઝ મળીને કુલ ૮ ઈનામો તથા બ્લેક એન્ડ વ્હાઈટ સેક્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામ તથા પાંચ કોન્સોલેશન પ્રાઈઝ મળીને કુલ ૮ ઈનામો આપવામાં આવેલ છે. આમ બંને વિભાગમાં મળીને કુલ ૧૬ ઈનામો આપવામાં આવેલ છે જેની રકમ રૂ.૫૪,૦૦૦/- થાય છે.
યુવા કલાકાર શિબિર
વર્ષમાં પાંચ શિબિરો પ્રાકૃતિક સ્થળે યોજવામાં આવે છે. તે નીચે મુજબ યોજાયેલ છે.
o સ્કેચિંગ શિબિર તથા ફોટોગ્રાફી શિબિર (બહેનો)
સ્કેચિંગ શિબિર તથા ફોટોગ્રાફી શિબિર (મહિલા) ચાલુ વર્ષે શ્રી સ્વામીનારાયણ મંદિર, મુ. લોએજ, તા. માંગરોળ, જિ. જુનાગઢ ખાતે તા. ૨૭/૧૨/૨૦૨૧ થી તા. ૧/૦૧/૨૦૨૨ સુધી યોજવામાં આવેલ તેમાં રાજ્યના વિવિધ ફાઈન આર્ટ્સ કોલેજની ૯૫ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ આ શિબિરમાં વિષય નિષ્ણાત તરીકે શ્રી જયેશ પરમાર, શ્રી સંવેદના વૈશ્ય તથા શ્રી જ્યોતિબેન પરિખએ માર્ગદર્શન આપેલ.
o પોટ્રેટ પેઇન્ટીંગ શિબિર
પોટ્રેટ પેઇન્ટીંગ શિબિર ચાલુ વર્ષે તા. ૨૭/૦૧/૨૦૨૨ થી તા.૦૧/૦૨/૨૦૨૨ સુધી શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલ, જી. આણંદ ખાતે આયોજન હાથ ધરેલ છે. તેમાં રાજ્યના વિવિધ ફાઈન આર્ટ્સ કોલેજની ૫૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ શિબિરમાં વિષય નિષ્ણાત તરીકે શ્રી દિનુભાઈ પટેલ તથા શ્રી નાગજીભાઈ પ્રજાપતિએ માર્ગદર્શન આપેલ.
o લેન્ડસ્કેપ તથા ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ શિબીર
ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ તથા લેન્ડસ્કેપ શિબિર ચાલુ વર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ મંદિર પરીસર, જી. સોમનાથ ખાતે તા.૧૪/૦૨/૨૦૨૨ થી ૧૯/૦૨/૨૦૨૨ સુધી યોજવામાં આવેલ. તેમાં વિવિધ ફાઈન આર્ટ્સ કોલેજના ૮૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ શિબિરમાં વિષય નિષ્ણાંત તરીકે શ્રી હેમલ પરીખ અને શ્રી મહેન્દ્રસિંહ એમ. દેવધરા તથા શ્રી જયંતભાઈ પરીખ અને શ્રી મયુર વ્રજ મિસ્ત્રીએ માર્ગદર્શન આપેલ.
o ૬૨મુ રાજયકલા સ્પર્ધા/ પ્રદર્શન
આ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી ત્રણ શ્રેણીની એન્ટ્રીઓ લેવામાં આવે છે. તેમાં શ્રેણી-૧ કલાકાર અને શ્રેણી-૨ કલા સંસ્થાના વિદ્યાર્થીઓમાં નીચે દર્શાવેલ પાંચ વિભાગમાં બે-બે એન્ટ્રી સ્વીકારવામાં આવે છે. (૧) ચિત્રકલા (ર) શિલ્પકલા (૩) ગ્રાફિકકલા (૪) વ્યવહારિકકલા (૫) છબિકલા. તથા શ્રેણી-૩ શાળાના બાળકો ધોરણ ૧ થી ૫ તથા ધોરણ ૬ થી ૧૦ ના બાળકો માટે ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગમાં શાળા મારફતે એક શાળાની ધો.૧ થી ૫ની વધુમાં વધુ ૧૪ એન્ટ્રીઓ તથા ધો.૬ થી ૧૦ની વધુમાં વધુ ૧૪ એન્ટ્રીઓ નિયત નમુનામાં દૈનિકપત્રમાં જાહેરાત આપીને તા.૧૮/૨/૨૦૨૨ થી તા. ૫/૩/૨૦૨૨ સુધી ઓનલાઈન લલિતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર સ્વીકારવામાં આવી હતી. જેમાં આવેલ એન્ટ્રીઓની વિગત નીચે મુજબ છે.
ક્રમ |
વિભાગ |
ક્ષેત્ર |
ભાગ લીધેલ કલાકારોની સંખ્યા |
રજુ કરેલ કલાકૃત્તિઓની સંખ્યા |
૧ |
કલાકાર વિભાગ |
ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ |
૨૦૯ |
૩૭૩ |
૨ |
કલાકાર વિભાગ |
શિલ્પકલા |
૧૫ |
૨૮ |
૩ |
કલાકાર વિભાગ |
ગ્રાફિકકલા |
૨૦ |
૩૧ |
૪ |
કલાકાર વિભાગ |
વ્યવહારિકકલા |
૨૪ |
૪૦ |
૫ |
કલાકાર વિભાગ |
ફોટોગ્રાફી |
૧૩૬ |
૨૬૭ |
૬ |
કલાસંસ્થાના વિદ્યાર્થીઓનો વિભાગ |
ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ |
૯૦ |
૧૫૭ |
૭ |
કલાસંસ્થાના વિદ્યાર્થીઓનો વિભાગ |
શિલ્પકલા |
૧૨ |
૧૯ |
૮ |
કલાસંસ્થાના વિદ્યાર્થીઓનો વિભાગ |
ગ્રાફિકકલા |
૧૭ |
૩૦ |
૯ |
કલાસંસ્થાના વિદ્યાર્થીઓનો વિભાગ |
વ્યવહારિકકલા |
૧૭ |
૨૯ |
૧૦ |
કલાસંસ્થાના વિદ્યાર્થીઓનો વિભાગ |
ફોટોગ્રાફી |
૧૫ |
૨૭ |
૧૧ |
શાળાના વિદ્યાર્થીઓનો વિભાગ ધો. ૧ થી ૫ |
(ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ) |
૧૯૭ |
૧૯૭ |
૧૨ |
શાળાના વિદ્યાર્થીઓનો વિભાગ ધો. ૬ થી ૧૦ |
(ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ) |
૩૩૨ |
૩૩૨ |
કુલ |
૧૦૮૪ |
૧૫૩૦ |
આ રાજ્યકલા સ્પર્ધામાં સ્પર્ધા માટે આવેલ કૃત્તિઓનું જે-તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા જજીંગ કરાવી ઇનામ વિજેતા કલાકારો, કલાસંસ્થાના વિદ્યાર્થીઓ તથા શાળાના બાળકોને કુલ રૂ.૨,૪૭,૫૦૦/-ના વિવિધ ૮૯ જેટલા ઇનામો આપવામાં આવે છે. જેમાં કલાકાર શ્રેણીમાં રૂ.૧,૭૪,૫૦૦/-ના વિવિધ ૨૩ ઇનામ, કલાસંસ્થાના વિદ્યાર્થીઓની શ્રેણીમાં રૂ.૪૮,૦૦૦/-ના ૧૬ ઇનામ તથા શાળાના બાળકોની શ્રેણીમાં રૂ.૨૫,૦૦૦/-ના ૫૦ ઇનામો આપવામાં આવે છે. આ ત્રણેય ક્ષેણીમાં કુલ ૮૯ ઈનામોમાંથી રૂ.૧,૭૦,૦૦૦/-ના ૭૫ ઈનામો ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા અને તથા રૂ. ૭૭,૫૦૦/-ના ૧૪ ઈનામો કલાકાર મહાનુભાવો દ્વારા આપવામા આવેલ દાનની રકમનાં વ્યાજમાંથી મળતી રકમમાંથી આપવામાં આવે છે.
· રેતિ શિલ્પ મહોત્સવ
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા નીચે મુજબના બે સ્થળે રેતિશિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.
o ગીર સોમનાથ ખાતે તા. ૧૫/૦૧/૨૦૨૨ અને ૧૬/૦૧/૨૦૨૨ દરમ્યાન
o ગાંધીનગર-સંસ્કુતિકુંજ ખાતે તા. ૧૪/૦૩/૨૦૨૨ થી ૨૩/૦૩/૨૦૨૨ સુધી ૧૦ દિવસ
· ફોટોગ્રાફી વર્કશોપ
આ યોજના અંતર્ગત દૈનિકપત્રમાં જાહેરાત આપીને રાજ્યના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ફોટોગ્રાફી વર્કશોપ તા. ૦૧/૦૧/૨૦૨૨ થી ૦૭/૦૧/૨૦૨૨ દરમ્યાન રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ફોટોગ્રાફી ક્ષેત્રના કલાકારોએ ભાગ લીધેલ હતો. તેમાં ફોટોગ્રાફી ક્ષેત્રેના લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રી મુકેશ આચાર્ય દ્વારા આ વર્કશોપનું સંચાલન હાથ ધરાયેલ.
· કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ
ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા યોજવામાં આવતી રાજયકલા સ્પર્ધામાં કલાકાર શ્રેણીમાં, ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ વિભાગમાં ઈનામ વિજેતા થયેલ કલાકારોને રાજ્યના કોઇ એક સ્થળે એકત્રિત કરી આ શિબિર યોજવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તા. ૨૧/૩/૨૦૨૨ થી ૨૬/૩/૨૦૨૨૨૨ દરમ્યાન તોરણ ગુજરાત ભવન, માઉન્ટ આબુ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં ૭ સિનિયર અને ૧૧ જુનિયર કલાકારોએ ભાગ લીધેલ હતો. આ કેમ્પમાં ૭ સિનિયર કલાકારોને પ્રત્યેકને રૂ.૧૫,૦૦૦/- લેખે તથા ૧૧ જુનિયર કલાકારોને પ્રત્યેકને રૂ.૫,૦૦૦/- લેખે પુરસ્કાર આપવામાં આવેલ હતો.
· ફરતું પ્રદર્શન
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલા સંસ્થાઓ, કલાકારો કાર્યરત છે. આ લોકોમાં લલિતકલાના વિષયો જેવાકે ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલા તેમજ છબીકલાને સાંકળીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરતા પ્રદર્શનની યોજના અંતર્ગત પ્રદર્શનો યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત એક પ્રદર્શન એમ.એસ.યુ.,વડોદરા ખાતે તા.૨૯/૯/૨૦૨૧ થી તા.૧/૧૦/૨૦૨૧ ના રોજ સ્વ.શ્રી સોમાલાલ શાહના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન પદ્મશ્રી શ્રી જ્યોતિ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું.
આ યોજના અંતર્ગત બીજુ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા સંસ્કારભારતી અને કલાસંધ, ભાવનગર દ્વારા સંયુક્તપણે સ્વ.શ્રી સોમાલાલ શાહના ઓરીજનલ ચિત્રોનું પ્રદર્શન તા.૨૯/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, ભાવનગર ખાતે યોજવામાં આવેલ હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ-સંસ્કારભારતી, ગુજરાત પ્રાંત દ્વારા કરવામાં આવેલ હતું.
· કલાચર્ચા/ વાર્તાલાપ/ સ્લાઈડ-શો
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલાચર્ચા/વાર્તાલાપનું આયોજન શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૪/૧૨/૨૦૨૧નારોજ સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ દ્વારા ‘જીવન અને કળા’ વિષય પર વક્તવ્ય થયું હતું. તથા તા.૧૫/૧૨/૨૦૨૧ નારોજ અધ્યાપક અને કળાના લેખ શ્રી પિયુષ ઠક્કરનું ઓડિયો વિઝ્યુઅલ લેક્ચર યોજાયું હતું. આ કલાચર્ચામાં કલાના અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
· કલાનો વર્કશોપ/સેમિનાર
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગ્રાફિકકલા ક્ષેત્રે આધુનિક કલાકૃતિઓ તૈયાર કરવા તથા ગ્રાફિકકલા ક્ષેત્રમાં કામ કરતા કલાકારોને નવસર્જન કરવાની તક મળે અને આ કલાને મૃતઃપાય થતી અટકાવવા માટે રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ ગ્રાફિક સ્ટુડીયોમાં પ્રતિવર્ષ એક ગ્રાફિક વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો પાસે તેમના વર્કની બે પ્રિન્ટ (એક કલર અને એક બ્લેક & વ્હાઈટ) તૈયાર કરવામાં આવે છે. આ વર્કશોપ માટે કલાકારોની પસંદગી માટે જે કલાકારને રાજયકલા સ્પર્ધામાં કલાકાર શ્રેણીમાં ગ્રાફિકકલા વિભાગમાં ઇનામ મળેલ હોય તેવા કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં તા.૮/૧૧/૨૦૨૧ થી તા.૧૫/૧૧/૨૦૨૧ દરમ્યાન આ વર્કશોપ રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર લીનોકટ માધ્યમમાં આ વર્કશોપનું આયોજન કરેલ હતું.
· ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ
ગુજરાતના વિવિધ જિલ્લાઓના બાળકોની રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધમાધ્યમોની જાણકારી મળેતે હેતુને ધ્યાને લઇને લલિતકલા અકાદમી દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પ્રતિ વર્ષ ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકો ભાગ લે છે.. આ વર્કશોપમાં ૧૦૦ જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે તથા આ બાળકોને વર્કશોપમાં વિષય નિષ્ણાત દ્વારા ચિત્રકલાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. આ વર્કશોપ દરરોજના બે કલાક માટે પાંચથી સાત દિવસ માટે યોજવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨માં તમામ જિલ્લાઓમાં તેમજ મહાનગરપાલિકાઓમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીઓના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર આ વર્કશોપ તા. ૨૪/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન યોજવામાં આવેલ હતો. કુલ ૩૩ જિલ્લાઓમાં તેમજ ૮ મહાનગરપાલિકાઓમાં મળીને ૪૧૦૦ જેટલા બાળકોએ આ વર્કશોપમાં ભાગ લીધેલ હતો.
· ચિત્ર શિક્ષક સેમીનાર
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ચિત્રશિક્ષક સેમીનાર લીંબાચીયા ધર્મશાળા ટ્રસ્ટ, અંબાજી ખાતે તા.૨૪/૨/૨૦૨૨ થી તા.૨૬/૨/૨૦૨૨ દરમ્યાન યોજાયો હતો. જેમાં રાજ્યની વિવિધ સ્કુલોના ૨૮ જેટલા ચિત્રશિક્ષકોએ ભાગ લીધેલ હતો. તેઓને શ્રી પિયુષભાઈ ઠક્કર દ્વારા ચિત્રકલા અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. તથા આ ચિત્રશિક્ષકોના રહેવાની તથા જમવાની વ્યવસ્થા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કરવામાં આવેલ હતી.
· શિલ્પકલાનો વર્કશોપ
તા.૨૪/૧૨/૨૦૨૧ થી તા.૩૦/૧૨/૨૦૨૧ દરમ્યાન શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ ખાતે શિલ્પકલાનો વર્કશોપ યોજવામાં આવેલ હતો. જેમાં રાજ્યકલા સ્પર્ધામાં કલાકાર શ્રેણીમાં શિલ્પકલા વિભાગમાં ઈનામ વિજેતા થયેલ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ૪ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો. અને ટેરાકોટા માધ્યમમાં આ કલાકારોએ પોતાની કૃત્તિઓ તૈયાર કરી હતી. આ કલાકારોના રહેવાની તથા જમવાની વ્યવસ્થા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કરવામાં આવી હતી.
· પુસ્તક પ્રકાશન સહાય
શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ભાવનગરને “અખંડ ભારતને સમર્પિત લીડરો” વિષય પર પુસ્તકના પ્રકાશન માટે રૂ.૨૦,૦૦૦/- ની સહાય ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ચુકવવામાં આવેલ.
શ્રી ડૉ. રવિદર્શનજી વ્યાસ, ગોંડલને “જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ” વિષય પર પુસ્તકના પ્રકાશન માટે રૂ.૨૦,૦૦૦/- ની સહાય ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ચુકવવામાં આવેલ.
· ડોક્યુમેન્ટેશન ઓફ આર્ટીસ્ટ
ખ્યાતનામ શિલ્પકાર અને ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રી રતિલાલ કાસોદરિયા ના જીવનકવન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
· અકાદમી દ્વારા વનમેન શો
ખ્યાતનામ ચિત્રકાર સ્વ.શ્રી જવાહર સોલંકીના ચિત્રોનું પ્રદર્શન પાંચથી સાત દિવસ માટે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ ખાતે યોજવામાં આવનાર છે.
· આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર માસે યોજાતી ચિત્રકલા સ્પર્ધાની વિગત
o આઝાદી “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઑગષ્ટ મહિનામાં ૧૮ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના ગુજરાતના વતની હોય તેવા કલાકારોની ઓનલાઈન એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૨/૮/૨૦૨૧ થી તા.૧૫/૮/૨૦૨૧ સુધી કલાકારો પાસે “આઝાદી” વિષય પર ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. કુલ ૬૮ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. આવેલ ૬૮ કૃત્તિઓનું તા.૨૦/૮/૨૦૨૧ નારોજ ત્રણ ગૌરવ પુરસ્કૃત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૨૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૨૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૨૭/૮/૨૦૨૧ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ ઈનામ રૂ.૧૦,૦૦૦, દ્વિતીય ઈનામ રૂ.૭૫૦૦ અને તૃતીય ઈનામ રૂ.૫૦૦૦ એમ ત્રણ ઈનામ તથા પાંચ પ્રોત્સાહક ઈનામ (પ્રત્યેકને રૂ.૨૫૦૦) આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવેલ હતી.
o ઝવેરચંદ મેઘાણી “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી અન્વયે સપ્ટેમ્બર મહિનામાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ગુજરાતના વતની હોય તેવા કલાકારોની ઓનલાઈન એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં “ઝવેરચંદ મેઘાણી” વિષય પર તા.૨૦/૮/૨૦૨૧ થી તા.૨૮/૮/૨૦૨૧ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. કુલ ૫૦ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. આવેલ ૫૦ કૃત્તિઓનું તા.૩/૯/૨૦૨૧ નારોજ ત્રણ ગૌરવ પુરસ્કૃત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૧૩/૯/૨૦૨૧ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ ઈનામ રૂ.૧૦,૦૦૦, દ્વિતીય ઈનામ રૂ.૭૫૦૦ અને તૃતીય ઈનામ રૂ.૫૦૦૦ એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવેલ હતી.
o મહાત્મા ગાંધી “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે સપ્ટેમ્બરમાં ધો.૧ થી ધો.૧૨માં અભ્યાસ કરતા શાળાના બાળકોની ઓનલાઈન ‘મહાત્મા ગાંધી’ વિષય પર એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૧/૯/૨૦૨૧ થી તા.૧૫/૯/૨૦૨૧ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૬/૧૦/૨૦૨૧ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૧૬/૧૦/૨૦૨૧ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.
o “ સરદાર વલ્લભભાઈ પટેલ “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે ઓક્ટોબરમાં ૧૮ વર્ષ થી ૩૫ વર્ષની ઉંમરના ગુજરાતના વતની હોય તેવા કલાકારોની ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર ઓનલાઈન એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૧/૧૦/૨૦૨૧ થી તા.૧૫/૧૦/૨૦૨૧ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૩૦/૧૦/૨૦૨૧ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.
o “સુભાષચંદ્ર બોઝ “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે નવેમ્બરમાં ૧૮ વર્ષ થી ૩૫ વર્ષની ઉંમરના ગુજરાતના વતની હોય તેવા કલાકારોની ઓનલાઈન ‘સુભાષચંદ્ર બોઝ’ વિષય પર એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૧/૧૧/૨૦૨૧ થી તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૧૬/૧૧/૨૦૨૧ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૨૪/૧૧/૨૦૨૧ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.
o “ રાણી લક્ષ્મીબાઈ “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે ડીસેમ્બરમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતા શાળાના બાળકોની ઓનલાઈન ‘રાણી લક્ષ્મીબાઈ’ વિષય પર એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૩/૧૨/૨૦૨૧ થી તા.૧૭/૧૨/૨૦૨૧ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૨૦/૧૨/૨૦૨૧ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૨૮/૧૨/૨૦૨૧ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.
o “ ગણતંત્ર દિનની ઉજવણી “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે જાન્યુઆરીમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતા શાળાના બાળકોની ઓનલાઈન ‘ગણતંત્ર દિનની ઉજવણી’ વિષય પર એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૧/૧/૨૦૨૨ થી તા.૧૫/૧/૨૦૨૨ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૨૪/૧/૨૦૨૨ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૨/૨/૨૦૨૨ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.
o “ મીઠાનો સત્યાગ્રહ “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે ફેબ્રુઆરીમાં ૧૮ વર્ષ થી ૩૫ વર્ષની ઉંમરના ગુજરાતના વતની હોય તેવા કલાકારોની ઓનલાઈન ‘મીઠાનો સત્યાગ્રહ’ વિષય પર એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૪/૨/૨૦૨૨ થી તા.૧૮/૨/૨૦૨૨ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૨૪/૨/૨૦૨૨ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૫/૩/૨૦૨૨ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.
o “ શહીદ ભગતસિંહ “ વિષય પર ઓનલાઈન ચિત્રકલા સ્પર્ધા:-
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માહે માર્ચમાં ૧૮ વર્ષ થી ૩૫ વર્ષની ઉંમરના ગુજરાતના વતની હોય તેવા કલાકારોની ઓનલાઈન ‘શહીદ ભગતસિંહ’ વિષય પર એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૧૧/૩/૨૦૨૨ થી તા.૧૫/૩/૨૦૨૨ સુધી કલાકારો પાસે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવેલ હતી. આવેલ કૃત્તિઓનું તા.૨૧/૩/૨૦૨૨ ના રોજ ત્રણ નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવેલ હતી. પસંદ કરવામાં આવેલ આ ૧૦ કૃત્તિઓની ઓરીજનલ ચિત્રો કલાકારો પાસેથી મંગાવવામાં આવ્યા હતા જેનું ફરીથી તા.૨૮/૩/૨૦૨૨ નારોજ જજીંગ કરાવવામાં આવ્યું હતું. અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા. ઈનામની રકમ કલાકારોના ખાતામાં R.T.G.S. થી જમા કરાવવામાં આવી હતી.