Competitions
નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા/પ્રદર્શન
વિવિધ ક્ષેત્રમાં કામ કરતા દેશભરના ફોટોગ્રાફરો પાસેથી નિયત કરેલા હેતુઓ તથા વિષયો અંગે બ્લેક એન્ડ વ્હાઇટ તથા રંગીન ફોટોગ્રાફ મંગાવી સ્પર્ધામાં ઇનામ વિજેતા તથા પ્રદર્શન પાત્ર ફોટોગ્રાફસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ યોજના માટે ચાલુ નાણાંકીય વર્ષમાં rupee૨.૫૦ લાખની જોગવાઇ આયોજન સદરે કરવામાં આવેલ છે.
રાજ્યકલા પ્રદર્શન/સ્પર્ધા
ગુજરાત રાજ્યના કલાકારો, કલા સંસ્થાના વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને સાંકળીને લલિતકલા વિષયક જેવા કે પેઇન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફીકકલા, એપ્લાઇડ આર્ટ તથા છબીકલાના વિષયો માટે કલાકારો તથા કલા સંસ્થાના વિદ્યાર્થીઓ પાસેથી બે બે એન્ટ્રીઓ મંગાવી તથા શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી પ તથા ધોરણ ૬ થી ૧૦ માં અભ્યાસ કરતા બાળકો પાસેથી શાળા મારફતે એન્ટ્રીઓ મંગાવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તથા પસંદગી પામેલ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ પ્રકારની સ્પર્ધા સતત છેલ્લા ૫૬ વર્ષથી યોજવામાં આવે છે. આયોજન બહાર સદરે આ યોજના માટે rupee૩.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
અકાદમી ધ્વારા વનમેન શો
રાષ્ટ્રિય ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી ચુકેલા કલાકારોએ તૈયાર કરેલ કૃત્તિઓનું પ્રદર્શન અકાદમી ધ્વારા યોજવામાં આવે છે. આયોજન બહાર સદરે rupee૦.૫૦ લાખની જોગવાઇ ચાલુ વર્ષે કરવામાં આવેલ છે.
જિલ્લા કક્ષાએ ફરતા પ્રદર્શનો
લોકોમાં કલા પ્રત્યે રૂચિ કેળવાય તે માટે પ્રત્યેક જિલ્લામાં કલા પ્રદર્શન યોજવામાં આવે છે.